________________ યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયો અને તેમની વિશુદ્ધિ 145 પહેલા સમયના જઘન્ય અધ્યવસાયની વિશુદ્ધિ અલ્પ છે. તેના કરતા બીજા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. એમ યથાપ્રવૃત્તકરણના સંખ્યામાં ભાગ સુધી ઉત્તરોત્તર સમયના જઘન્ય અધ્યવસાયો અનંતગુણવિશુદ્ધ છે. ત્યાર પછી પહેલા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતાં સંખ્યામાં ભાગની ઉપરના પહેલા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા નીચેના બીજા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા સંખ્યાતમા ભાગની ઉપરના બીજા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. એમ યથાપ્રવૃત્તકરણના ચરમ સમયના જઘન્ય અધ્યવસાય સુધી સંખ્યામાં ભાગની ઉપરના 1-1 સમયનો જઘન્ય અધ્યવસાય અને નીચેના 1-1 સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય ઉત્તરોત્તર અનંતગુણવિશુદ્ધ છે. યથાપ્રવૃત્તકરણના ચરમ સમયના જઘન્ય અધ્યવસાય કરતા યથાપ્રવૃત્તકરણના ચરમ સંખ્યામાં ભાગના પહેલા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. ત્યાર પછી ચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાય સુધી ઉત્તરોત્તર સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયો અનંતગુણવિશુદ્ધ છે. યથાપ્રવૃત્તકરણ અન્ય કારણો કરતા પહેલા પ્રવર્તતુ હોવાથી તેને પૂર્વપ્રવૃત્તકરણ પણ કહેવાય છે. અહીં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થતા નથી. અહીં જીવ પ્રતિસમય અનંતગુણવિશુદ્ધિવાળો હોય છે. તે અશુભપ્રકૃતિઓનો 2 ઠાણિયો રસ બાંધે છે અને શુભપ્રકૃતિઓનો 4 હાણિયો રસ બાંધે છે. તે નવો નવો સ્થિતિબંધ પત્યા પ્રમાણ ન્યૂન કરે છે. આમ અંતર્મુહૂર્ત સુધી યથાપ્રવૃત્તકરણ કરીને તે અપૂર્વકરણ કરે છે. સખ્યાત