________________ 156 અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણના કાળ કરતા કંઈક અધિક છે. આને ગુણશ્રેણિ કહેવાય છે. બીજા સમયે પહેલા સમય કરતા અસંખ્યગુણ દલિકો લે છે અને તે જ ક્રમે નાંખે છે. એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકો લઈ લઈને તે જ ક્રમે નાંખે છે. ઉદય વડે નીચેથી 11 સમય ઓછો થતા શેષ સમયોમાં દલિતો પૂર્વે કહેલા ક્રમે નાંખે છે, પણ ગુણશ્રેણિશીર્ષને ઉપર 1-1 સમય વધારે નહીં. ઉદયવતી પ્રકૃતિઓની ગુણશ્રેણિ આ પ્રમાણે થાય છે. અનુદયવતી પ્રકૃતિઓની ગુણશ્રેણી ઉદયાવલિકા ઉપરથી થાય છે. (3) અનિવૃત્તિકરણ - અનિવૃત્તિકરણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહીં પણ સ્થિતિઘાત, રસઘાત, સ્થિતિબંધ, ગુણશ્રેણિ પૂર્વેની જેમ થાય છે. અનિવૃત્તિકરણના પ્રથમ સમયમાં રહેલા ત્રણે કાળના જીવોના અધ્યવસાયો એકસરખા હોય છે. અનિવૃત્તિકરણના બીજા સમયમાં રહેલા ત્રણે કાળના જીવોના અધ્યવસાયો એકસરખા હોય છે. એમ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી જાણવું. તેથી અનિવૃત્તિકરણના કુલ અધ્યવસાયો અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના સમયો જેટલા છે. ઉત્તરોત્તર સમયના અધ્યવસાયો પૂર્વ પૂર્વ સમયના અધ્યવસાયો કરતા અનંતગુણવિશુદ્ધ છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે અંતર્મુહૂર્તકાળમાં મિથ્યાત્વમોહનીયની સ્થિતિમાં નીચે અંતર્મુહૂર્ત છોડી અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે તેટલી સ્થિતિમાંથી દલિકો સર્વથા ખાલી કરવા. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા 16, ૧૭ની ચૂર્ણિ અને બને ટીકાઓમાં પ્રથમ સ્થિતિ કરતા અંતરકરણ કેટલું છે? એ બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૧૮ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. ૧૬ર ઉપર અને