________________ 158 અંતરકરણક્રિયા સપ્તતિકાની ગાથા ૬રની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 250 ઉપર કહ્યું છે કે, “અંતરકરણ પ્રથમસ્થિતિથી કંઈક અધિક છે.” નવ્યશતકની ગાથા ૯૮ની દેવેન્દ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 128 ઉપર કહ્યું છે કે, “અંતરકરણ પ્રથમસ્થિતિથી કંઈક અધિક કે ન્યૂન છે.” કષાયપ્રાભૃતચૂર્ણિના પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકારના 25 વસ્તુઓના કાળના અલ્પબદુત્વના આધારે અંતરકરણ પ્રથમસ્થિતિથી સંખ્યાતગુણ આવે છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. અંતરકરણક્રિયાકાળ એક સ્થિતિબંધના કાળ તુલ્ય છે અને પ્રથમસ્થિતિ કરતા કંઈક ન્યૂન છે. કષાયપ્રાભૃતચૂર્ણિના પ્રથમઉપશમ-સમ્યક્ત્વપ્રાપ્તિ અધિકારના 25 વસ્તુઓના કાળના અલ્પબદુત્વને આધારે અંતરકરણક્રિયાકાળ કરતા પ્રથમ સ્થિતિ સંખ્યાતગુણ આવે છે. અંતરકરણની નીચેની સ્થિતિ તે પ્રથમસ્થિતિ છે અને ઉપરની સ્થિતિ તે બીજીસ્થિતિ છે. અંતરકરણ કરતી વખતે ગુણશ્રેણિના સંખ્યાતા બહુભાગો પ્રથમ સ્થિતિમાં રહેલા છે અને એક સંખ્યાતમો ભાગ અંતરકરણમાં છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૧૭ની ઉપા. યશોવિજયજી મહારાજ કૃત ટીકામાં પાના નં. 14 ઉપર કહ્યું છે કે, “અંતરકરણ કરતી વખતે ગુણશ્રેણિના સંખ્યાતા ભાગો પ્રથમસ્થિતિમાં અને બીજીસ્થિતિમાં રહેલા છે. પરંતુ ગુણશ્રેણિની લંબાઈ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી કંઈક અધિક છે. તેથી ગુણશ્રેણિના સંખ્યાતા બહુભાગો પ્રથમસ્થિતિમાં હોઈ શકે પણ બીજસ્થિતિમાં ગુણશ્રેણિના સંખ્યાતા બહુભાગો ન હોઈ શકે. તેથી ઉપાધ્યાયજી મહારાજે અંતરકરણને બીજી સ્થિતિમાં ગણીને પ્રથમસ્થિતિ અને બીજીસ્થિતિ બન્નેમાં મળીને ગુણશ્રેણીના સંખ્યાતા ભાગો હોય છે એવું ઉપરનું વિધાન કર્યું હોય એમ લાગે છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે. અંતરકરણના દલિકોની સાથે અંતરકરણમાં રહેલ ગુણશ્રેણિના સંખ્યામા ભાગના દલિકો પણ ખાલી કરે છે.