________________ અંતરકરણક્રિયા ૧પ૯ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૧૭ની ચૂર્ણિમાં પાના નં. 13 ઉપર કહ્યું છે કે, “અંતરકરણ કરતી વખતે અનિવૃત્તિકરણના ગુણશ્રેણિનિક્ષેપના અગ્રભાગમાંથી અસંખ્યાતમો ભાગ ખાલી કરે છે.' અંતરકરણનું બધુ દલિક પ્રથમ સ્થિતિ અને બીજસ્થિતિમાં નાંખે છે. અંતર્મુહૂર્તમાં અંતરકરણનું બધું દલિક ખાલી થઈ જાય છે. અંતરકરણનું અંતર્મુહૂર્ત પ્રથમસ્થિતિના અંતર્મુહૂર્ત કરતા મોટું છે. ઉદીરણાકરણ વડે પ્રથમસ્થિતિમાંથી દલિકો લઈને ઉદયસમયમાં નાંખવા તે ઉદીરણા છે. ઉદીરણાકરણ વડે બીજીસ્થિતિમાંથી દલિકો લઈને ઉદયસમયમાં નાંખવા તે આગાલ છે. આગાલની આ વ્યાખ્યા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૨૦ની ચૂર્ણિ અને બન્ને ટીકાઓ તથા પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૨૦ની બન્ને ટીકાઓ પ્રમાણે કરી છે. પૂજય ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજનું સૂચન એવું છે કે, “બીજીસ્થિતિ કે પ્રથમસ્થિતિના દલિકોને ઉપરથી નીચે ઉતારવા તે ઉદીરણા છે. પ્રથમસ્થિતિના દલિકોને ઉદ્વર્તના દ્વારા ઉપરની બીજીસ્થિતિમાં નાખવા તે આગાલ છે. તેથી જ આગાલનો પ્રથમસ્થિતિની 2 આવલિકા બાકી હોય ત્યારે વિચ્છેદ થાય છે. પ્રથમસ્થિતિમાંથી આગાલ દ્વારા બીજીસ્થિતિમાં ગયેલા દલિકની જયાં સુધી ઉદ્વર્તનાવલિકા પસાર ન થાય ત્યાં સુધી તે ઉપશમતું નથી. માટે 2 આવલિકા પહેલા આગાલવિચ્છેદ થાય છે જેથી ઉપશમના માટે પણ 1 આવલિકા મળી રહે.” અંતરકરણ કર્યા પછી જીવ ઉપશમક કહેવાય છે. તે પ્રથમસ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના દલિકોને ઉદય-ઉદીરણા વડે અનુભવે અને બીજસ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના દલિકોને પ્રતિસમય અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. આમ કરતા અનિવૃત્તિકરણના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયના બીજીસ્થિતિના