________________ પ્રથમઉપશમસમ્યત્વપ્રાપ્તિ સમય ન્યૂન ર આવલિકામાં બંધાયેલા દલિકો સિવાયના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. બીજીસ્થિતિના સમય ન્યૂન 2 આવલિકાના બંધાયેલા દલિતો ઉપશાંતાદ્ધામાં પ્રવેશ કર્યા પછી તેટલા કાળે અસંખ્ય ગુણાકારે ઉપશમાવે છે. પ્રથમસ્થિતિની ર આવલિકા શેષ હોય ત્યારે મિથ્યાત્વમોહનીયનો આગાલવિચ્છેદ થાય અને મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણિની નિવૃત્તિ થાય. પ્રથમસ્થિતિની 1 આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીયન ઉદીરણાવિચ્છેદ થાય અને મિથ્યાત્વમોહનીયના સ્થિતિઘાતરસઘાતની નિવૃત્તિ થાય. પ્રથમસ્થિતિની ચરમાવલિકા માત્ર ઉદય દ્વારા અનુભવે. તેને અંતે મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે. અંતરકરણના પહેલા સમયે જીવ પથમિક સમ્યકત્વ પામે છે. જેમ જન્મથી આંધળાને પુણ્યોદયે આંખ મળે અને બધું દેખાય તેમ સમ્યકત્વ પામ્યા પછી વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ દેખાય. ભયંકર રોગથી પીડાયેલાને રોગ દૂર થવા પર જેમ અતિશય આનંદ થાય છે તેમ સમ્યકત્વ પામ્યા પછી જીવને અતિશય આનંદ થાય છે. કોઈ જીવ ઔપથમિક સમ્યકત્વની સાથે દેશવિરતિ કે સર્વવિરતિ પણ પામે છે. જીવ જ્યાં સુધી અંતરકરણમાં હોય ત્યાં સુધી ઔપથમિક સમ્યગ્દષ્ટિ હોય છે. | મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયની બીજીસ્થિતિના દલિકોના રસભેદે ત્રણ ભેદ કરે છેશુદ્ધ, અર્ધશુદ્ધ અને અવિશુદ્ધ. શિવશર્મસૂરિ મહારાજ વિરચિત બંધશતકચૂણિની ગાથા ૯ની ચિરંતનાચાર્ય કૃત ચૂર્ણિમાં પાના નં. 22 ઉપર અને કર્મજીવની ગાથા રની દેવેન્દ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 70 ઉપર કહ્યું છે કે, “સમ્યકત્વના પ્રથમસમયે ત્રણ પુંજ કરે છે.” શુદ્ધ દલિકો 1 કાણિયા રસવાળા અને મંદ 2 ઠાણિયા