________________ 15 ર ગુણશ્રેણિ પ્રતિસમય ન્યૂન નથી થતો, પણ અંતર્મુહૂર્ત સુધી એક સરખો જ રહે છે તેનું કારણ આ પ્રમાણે છે - એક જ સ્થિતિસ્થાનના અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે. તે સ્થાનકના ક્રમપૂર્વક હોવાથી તેમાં અસંખ્યાતા અનંતગુણવિશુદ્ધિના સ્થાન આવે છે. આમ સ્થિતિબંધના પ્રથમ સમયે જે અધ્યવસાય છે ત્યાર પછી તે સ્થિતિસ્થાનના કુલ અધ્યવસાયના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો ઓળંગી ત્યાર પછીનો અધ્યવસાય બીજા સમયે છે. વળી ત્યાર પછી ફરી તે સ્થિતિસ્થાનના કુલ અધ્યવસાયના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઓળંગીને ત્રીજા સમયનો અધ્યવસાય છે. એમ એક જ સ્થિતિસ્થાનને યોગ્ય જે અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો છે તે અસંખ્ય સમય સુધી ચાલી શકે અને તેથી જ અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ વધતી હોવા છતા તેનો તે જ સ્થિતિબંધ ચાલુ રહે. ત્યાર પછી પ્રથમ સ્થિતિબંધના ચરમ સમય પછી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનને યોગ્ય જે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે તેટલા અધ્યવસાયો ઓળંગી ત્યાર પછીનો અધ્યવસાય આવે. તેથી નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન પ્રમાણ થાય. આવી રીતે દરેક સ્થિતિબંધમાં સમજવું. (iv) ગુણશ્રેણિ :- જે સ્થિતિખંડનો ઘાત કરે છે તેમાંથી દલિકો લઈને ઉદયસમયમાં થોડા દલિકો નાંખે છે, બીજા સમયે અસંખ્યગુણ દલિકો નાંખે છે, ત્રીજા સમયે અસંખ્યગુણ દલિકો નાંખે છે. એમ અંતર્મુહૂર્તના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકો નાંખે છે. તે અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને