________________ 1 46 અપૂર્વકરણ (2) અપૂર્વકરણ :- અપૂર્વકરણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અપૂર્વકરણના દરેક સમયે અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે. અપૂર્વકરણના ઉત્તરોત્તર સમયના અધ્યવસાયો વિશેષાધિક છે. યથાપ્રવૃત્તકરણના ઉત્કૃષ્ટ અધ્યવસાય કરતા અપૂર્વકરણનો જઘન્ય અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. અપૂર્વકરણના પહેલા સમયના જઘન્ય અધ્યવસાયની વિશુદ્ધિ અલ્પ છે. તેના કરતા પહેલા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. તેના કરતા બીજા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણવિશુદ્ધ છે. એમ અપૂર્વકરણના ચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાય સુધી દરેક સમયના જઘન્ય અધ્યવસાયો અને ઉત્કૃષ્ટ અધ્યવસાયો ઉત્તરોત્તર અનંતગુણવિશુદ્ધ છે. અપૂર્વકરણના પહેલા સમયથી જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને સ્થિતિબંધ - આ ચાર અપૂર્વ પદાર્થો એક સાથે શરૂ કરે છે. તેથી આને અપૂર્વકરણ કહેવાય છે. | (i) સ્થિતિઘાત :- સ્થિતિસત્તાના અગ્રભાગથી નીચે ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમ પ્રમાણ સ્થિતિખંડના દલિકોને અપવર્તનાકરણ વડે ખાલી કરીને નીચેની સ્થિતિમાં નાંખે છે. અંતર્મુહૂર્તમાં આ સ્થિતિખંડ ખાલી થઈ જાય છે. આ અંતર્મુહૂર્ત અપૂર્વકરણના અંતર્મુહૂર્ત કરતા નાનું હોય છે. આને એક સ્થિતિઘાત કહેવાય છે. ત્યાર પછી પ્રથમ સ્થિતિખંડની નીચે પલ્યોપમ પ્રમાણ બીજા સ્થિતિખંડનો અંતર્મુહૂર્તમાં તે જ રીતે સંખ્યાત ઘાત કરે છે. અપૂર્વકરણમાં આ રીતે હજારો સ્થિતિઘાત થાય છે.