________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 131 અધુવ) છે. બે પ્રકૃતિઓ (વેદનીય, મોહનીય)ની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. આ પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને આયુષ્યના બધા વિકલ્પો બે પ્રકારના (સાદિ, અધ્રુવ) છે. (80) मिच्छत्तस्स चउद्धा, सगयालाए तिहा अणुक्कोसा / सेसविगप्पा दुविहा, सव्वविगप्पा य सेसाणं // 81 // મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. 47 ધ્રુવોદીરણા પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. આ પ્રકૃતિઓના શેષ વિકલ્પો અને શેષ પ્રકૃતિઓના સર્વવિકલ્પો બે પ્રકારના (સાદિ, અધ્રુવ) છે. (81) अणुभागुदीरणाए, जहन्नसामी पएसजिट्ठाए / घाईणं अन्नयरो, ओहीण विणोहिलंभेणं // 82 // ઘાતી કર્મોના જઘન્ય રસઉદીરણાના સ્વામી એ તેમની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી છે, પણ તેઓ તે તે લબ્ધિવાળા હોય કે ન પણ હોય. અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અવધિલબ્ધિ વિનાના જીવો કરે છે. (82) वेयणियाणं गहिहिई, से काले अप्पमायमिय विरओ / संघयणपणगतणु-दुगउज्जोया अप्पमत्तस्स // 83 // પછીના સમયે અપ્રમત્તસંયમ ગ્રહણ કરનારી પ્રમત્તસંયત ચરમ સમયે સાતા-અસાતાની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, વૈક્રિય 7, આહારક 7, ઉદ્યોતની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અપ્રમત્તસંયત કરે છે. (83)