________________ 14 2 યથાપ્રવૃત્તકરણ (૧૩)સ્થિતિઉદય :- તેને ઉદયપ્રાપ્ત એક જ સ્થિતિસ્થાનના દલિકોનો ઉદય હોય છે. ઉદીરણા વડે ઉદયાવલિકા ઉપરના સર્વ સ્થિતિસ્થાનોના દલિતો ઉદયમાં આવે છે. (14) રસઉદય :- તેને અજઘન્ય-અનુત્કૃષ્ટ રસનો ઉદય હોય છે. (૧૫)પ્રદેશઉદય :- તેને અજઘન્ય-અનુત્કૃષ્ટ પ્રદેશોનો ઉદય હોય (૧૬)પ્રકૃતિસત્તા :- તેને 138 પ્રકૃતિઓ કે 139 પ્રકૃતિઓની સત્તા હોય છે. (i) 138 પ્રકૃતિઓ = 148 પ્રકૃતિઓ - (સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય, આયુષ્ય 3, આહારક 4, જિનનામકર્મ) | (i) 139 પ્રકૃતિઓ = 138 પ્રકૃતિઓ + પરભવાયુષ્ય (17) સ્થિતિસત્તા :- તેને આયુષ્ય સિવાયના 7 કર્મોની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. (૧૮)રસસત્તા - તેને અજઘન્ય-અનુત્કૃષ્ટ રસની સત્તા હોય છે. (૧૯)પ્રદેશસત્તા :- તેને અજઘન્ય-અનુત્કૃષ્ટ પ્રદેશોની સત્તા હોય છે. આવો જીવ સૌથી પહેલા યથાપ્રવૃત્તકરણ કરે છે. (1) યથાપ્રવૃત્તકરણ :- યથાપ્રવૃત્તકરણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. યથાપ્રવૃત્તકરણમાં રહેલો જીવ પ્રતિસમય અનંતગુણવિશુદ્ધિમાં હોય છે. યથાપ્રવૃત્તકરણના દરેક સમયે અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયો છે. ઉત્તરોત્તર સમયના અધ્યવસાયો વિશેષાધિક છે. 1 સમયના અધ્યવસાયો પરસ્પર પસ્થાનપતિત છે.