________________ 1 30 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ રસઉદીરણાના સ્વામી હુંડક સંસ્થાનની જઘન્ય રસઉદીરણાના સ્વામીની સમાન છે. જઘન્ય આયુષ્યવાળા તે સૂક્ષ્મએકેન્દ્રિયને પરાઘાતની જઘન્ય રસઉદીરણા થાય છે. આતપ અને ઉદ્યોતની જઘન્ય રસઉદીરણા તેને યોગ્ય પૃથ્વીકાય કરે છે. (77) जा नाउज्जियकरणं, तित्थगरस्स नवगस्स जोगते / कक्खडगुरूण मंथे, नियत्तमाणस्स केवलिणो // 78 // જિનનામકર્મની જઘન્ય રસઉદીરણા તીર્થકરને જયાં સુધી આયોજિકાકરણ શરૂ ન કરે ત્યાં સુધી થાય છે. 9 પ્રકૃતિઓ (નીલવર્ણ, કૃષ્ણવર્ણ, દુરભિગંધ, તિક્તરસ, કટુરસ, શીતસ્પર્શ, રૂક્ષસ્પર્શ, અસ્થિર, અશુભ)ની જઘન્ય રસઉદીરણા સયોગી કેવળીને ચરમસમયે થાય છે. કર્કશસ્પર્શ અને ગુરુસ્પર્શની જઘન્ય રસઉદીરણા કેવલીસમુદ્ધાતથી પાછા ફરતા મંથાનમાં વર્તતા જીવને થાય છે. (78) सेसाण पगइवेई, मज्झिमपरिणामपरिणओ होज्जा / पच्चयसुभासुभा वि य, चिंतिय नेओ विवागे य // 79 // શેષ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા તે તે પ્રકૃતિઓના ઉદયવાળા મધ્યમપરિણામવાળા જીવો કરે છે. પ્રકૃતિઓના પ્રત્યય, શુભપણું, અશુભપણું અને વિપાક વિચારીને તેમના જઘન્ય રસઉદીરણાના અને ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી જાણવા. (79) पंचण्हमणुक्कोसा, तिहा पएसे चउव्विहा दोण्हं / सेसविगप्पा दुविहा, सव्वविगप्पा य आउस्स // 8 // પાંચ પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર, અંતરાય)ની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ,