________________ 1 28 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ થતા (અપ્રમત્તાભિમુખ) પ્રમત્તસંયતને થાય છે. સમ્યકત્વમોહનીયની જઘન્ય રસઉદીરણા પોતાની ક્ષપણા થાય ત્યારે ચરમઉદીરણા વખતે થાય છે. (71) से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं / सम्मत्तमेव मीसे, आऊण जहन्नगठिईसु // 72 // પછીના સમયે સમ્યક્ત્વ સહિત સંયમ ગ્રહણ કરનાર 13 પ્રકૃતિઓ (મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4) ની જઘન્ય રસઉદીરણા કરે છે. પછીના સમયે સમ્યકત્વ પામનાર મિશ્રદષ્ટિ મિશ્રમોહનીયની જઘન્ય રસઉદીરણા કરે છે. આયુષ્યની જઘન્ય રસઉદીરણા જઘન્યસ્થિતિવાળા જીવો કરે છે. (72) पोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चासिं / आइतणूणं दोण्हं, सुहुमो वाऊ य अप्पाऊ // 73 // પુદ્ગલવિપાકી પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા ભવના પહેલા સમયે થાય છે. એમની જઘન્ય રસઉદીરણાનો વિશેષ પણ છે - પહેલા બે શરીર (દારિક 7, વૈક્રિય ૭)ની જધન્ય રસઉદીરણા જઘન્યસ્થિતિવાળા ક્રમશઃ સૂક્ષ્મ વાયુકાય અને બાદર વાયુકાય કરે છે. (73) बेइंदिय अप्पाउग निरय, चिरट्ठिई असन्निणो वावि / अंगोवंगाणाहारगाइ, जइणोऽप्पकालम्मि // 74 // જઘન્યસ્થિતિવાળો બેઈન્દ્રિય દારિક અંગોપાંગની જઘન્ય રસઉદીરણા કરે છે. અસંસી પંચેન્દ્રિય ઉત્કૃષ્ટસ્થિતિવાળો નારક થઈને વૈક્રિય અંગોપાંગની જઘન્ય રસઉદીરણા કરે છે. આહારક