________________ 9 અધિકારો 1 35 (2) અકરણકૃત ઉપશમના :- યથાપ્રવૃત્તકરણ વગેરે કારણોથી સાધ્ય ક્રિયાવિશેષ વિના પણ પર્વતની નદીમાં રહેલ પથ્થરની ગોળાઈ થવાના ન્યાયથી વેદના અનુભવવી વગેરે કારણો વડે જે ઉપશમના થાય છે તે અકરણકૃત ઉપશમના છે. આને અકરણોપશમના અને અનુદીર્ણોપશમના પણ કહેવાય છે. હાલ તેના અનુયોગનો વિચ્છેદ થયો છે. અહીં કરણકૃત ઉપશમનાનો અધિકાર છે. અહીં 9 અધિકારો છે. તે આ પ્રમાણે - (1) પ્રથમઉપશમસમ્યત્પ્રાપ્તિ અધિકાર (2) દેશવિરતિલાભપ્રરૂપણા અધિકાર (3) સર્વવિરતિલાભપ્રરૂપણા અધિકાર (4) અનંતાનુબંધી 4 વિસંયોજના અધિકાર (5) અનંતાનુબંધી 4 ઉપશમના અધિકાર. (6) દર્શન 3 ક્ષપણા અધિકાર (7) દર્શન 3 ઉપશમના અધિકાર (8) ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર (9) કરણકૃત દેશોપશમના અધિકાર. (1) પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર પ્રથમઉપશમસમ્યકત્વ પામનાર જીવ આવો હોય છે - (1) તે મિથ્યાદષ્ટિ હોય છે અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. (2) તે ત્રણ લબ્ધિવાળો હોય છે. તે ત્રણ લબ્ધિ આ પ્રમાણે છે - (i) ઉપશમલબ્ધિ :- કર્મને ઉપશાંત કરવાની શક્તિ તે ઉપશમલબ્ધિ છે.