________________ 136 પ્રથમઉપશમસત્પ્રાપ્તિ અધિકાર (i) ઉપદેશશ્રવણલબ્ધિ :- ઉપદેશ કરવાને સક્ષમ આચાર્ય વગેરેની પ્રાપ્તિ થવી અને ઉપદેશને સમજવાની તથા પરિણમાવવાની શક્તિ તે ઉપદેશશ્રવણલબ્ધિ છે. (i) પ્રયોગલબ્ધિ :- સમ્યકત્વપ્રાપ્તિ માટેના ત્રણ કરો માટે જોઈતી મન, વચન અને કાયાના યોગોની લબ્ધિ તે પ્રયોગલબ્ધિ છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૩ની ચૂર્ણિમાં પાના નં. 3 ઉપર અને તેની મુનિચન્દ્રસૂરિ મહારાજકૃત ટિપ્પણ ૧માં પાના નં. 387 ઉપર અહીં પ્રયોગલબ્ધિની બદલે પ્રાયોગ્યલબ્ધિ કહી છે. ટિપ્પણમાં તેનો અર્થ આ પ્રમાણ કર્યો છે - “પ્રાયોગ્યની એટલે કે ઉપશમ પ્રત્યે અંતરંગ કારણભૂત અનુકંપા, અકામનિર્જરા વગેરેની લબ્ધિની પ્રાપ્તિ તે પ્રાયોગ્યલબ્ધિ છે.” આ લબ્ધિ ત્રણ કરણમાં કારણભૂત (3) તે કરણકાળ પૂર્વે અંતર્મુહૂર્ત સુધી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિમાં વર્તતો હોય છે. તે ગ્રન્થિશે રહેલા અભવ્યજીવોની વિશુદ્ધિ કરતા અનંતગુણ વિશુદ્ધ હોય છે. (4) તે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાંથી કોઈ પણ એક સાકારોપયોગમાં હોય છે. (5) તે મનોયોગ, વચનયોગ અને કાયયોગમાંથી કોઈ પણ એક યોગમાં હોય છે તથા તેજોવેશ્યા, પમલેશ્યા અને ગુલલેશ્યામાંથી કોઈ પણ એક લશ્યામાં હોય છે. (6) તે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદમાંથી કોઈ પણ એક વેદવાળી હોય છે.