________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 133 એવી 62 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા સયોગીકેવલીને ચરમ સમયે થાય છે. સ્વર 2 અને ઉચ્છવાસની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કેવલીને પોતપોતાના નિરોધ વખતે થાય છે. સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા તે તે પ્રકૃતિઓની ઉદીરણા કરનારાઓમાંના સર્વવિશુદ્ધ જીવો કરે છે. (87) तप्पगउदीरगति-संकिलिट्ठभावो उ सव्वपगईणं / नेयो जहन्नसामी, अणुभागुत्तो य तित्थयरे // 88 // સર્વપ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણાનો સ્વામી તે તે પ્રકૃતિની ઉદીરણા કરનારો અતિસંશ્લિષ્ટ ભાવવાળો જીવ જાણવો. જિનનામકર્મની જઘન્ય રસઉદીરણાનો સ્વામી એ જ તેમની જઘન્ય પ્રદેશઉદીરણાનો સ્વામી જાણવો. (88) ओहीणं ओहिजुए, अइसुहवेई य आउगाणं तु / पढमस्स जहन्नठिई, सेसाणुक्कोसगठिईसु // 89 // અવધિજ્ઞાનાવરણ-અવધિદર્શનાવરણની જઘન્ય પ્રદેશઉદીરણા અવધિલબ્ધિવાળો જીવ કરે છે. પહેલા આયુષ્યની (નરકાયુષ્યની) જઘન્યસ્થિતિવાળા અને શેષ આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિવાળા અતિસુખને અનુભવનારા જીવો તે તે આયુષ્યની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. (89) કર્મપ્રકૃતિના ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત