________________ 11 2 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ ઉત્તરક્રિયશરીરવાળા દેવો અને આહારકશરીરવાળા સંયતો ઉદ્યોતની ઉદીરણા કરે છે. (13) सगलो य इट्ठखगई, उत्तरतणुदेवभोगभूमिगया / इट्ठसराए तसा विय, इयरासिं तसा सनेरइया // 14 // શુભ વિહાયોગતિની ઉદીરણા પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, ઉત્તરવૈક્રિયશરીરવાળા પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો, આહારકશરીરવાળા મનુષ્યો, દેવો અને ભોગભૂમિના પંચેન્દ્રિય તિર્યંચોમનુષ્યો કરે છે. સુસ્વરની ઉદીરણા ઉપર કહેલા જીવો અને વિકલેન્દ્રિય કરે છે. અશુભવિહાયોગતિ અને દુ:સ્વરની ઉદીરણા વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને નારકો કરે છે. (14) उस्सासस्स सराण य, पज्जत्ता आणपाणभासासु / सव्वन्नूणुस्सासो, भासा वि य जा न रुझंति // 15 // ઉચ્છવાસ અને સ્વરોની ઉદીરણા ક્રમશઃ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી અને ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત જીવો કરે છે. કેવળી ઉચ્છવાસ અને ભાષાનો નિરોધ ન કરે ત્યાં સુધી તેમની ઉદીરણા કરે છે. (15) देवो सुभगाइज्जाण, गब्भवक्कंतिओ य कित्तीए / पज्जत्तो वज्जित्ता, ससुहुमनेरइयसुहुमतसे // 16 // દેવ, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સુભગઆદેયની ઉદીરણા કરે છે. સૂક્ષ્મએકેન્દ્રિય, નારકી અને સૂક્ષ્મત્રસ સિવાયના પર્યાપ્તા જીવો યશની ઉદીરણા કરે છે. (16)