________________ 1 17 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ સ્થિતિઉદીરણા, અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા) અને શેષ પ્રકૃતિઓના બધા વિકલ્પો બે પ્રકારના (સાદિ, અધ્રુવ) છે. (31) अद्धाच्छेओ सामित्तं पि य, ठिइसंकमे जहा नवरं / तव्वेइसु निरयगईए वा, तिसु हिट्ठिमखिईसु // 32 // અદ્ધાચ્છેદ અને સ્વામિત્વ સ્થિતિસંક્રમની જેમ અહીં પણ જાણવા, પણ તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવોને તેમની સ્થિતિઉદીરણા થાય છે. નરકગતિ અને નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા નીચેની ત્રણ નરકોમાં હોય છે. (32) देवगतिदेवमणुयाणुपुव्वी-आयावविगलसुहुमतिगे / अंतोमुहुत्तभग्गा, तावइऊणं तदुक्कस्सं // 33 // તે તે પ્રકૃતિના ઉદયવાળા ઉત્કૃષ્ટ સ્થિતિબંધાવ્યવસાયથી પડીને અંતર્મુહૂર્ત પછીના જીવો દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ અને સૂક્ષ્મ ૩ની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે છે. (33) तित्थयरस्स य, पल्लासंखिज्जइमे जहन्नगे इत्तो / थावरजहन्नसंतेण, समं अहिगं व बंधंतो // 34 // गंतूणावलिमित्तं, कसायबारसगभयदुगंच्छाणं / निद्दाइपंचगस्स य, आयावुज्जोयनामस्स // 35 // જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા પલ્યોપમ પ્રમાણ છે. હવે જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી કહેવાય છે. જઘન્ય સ્થિતિસત્તાની સમાન કે અધિક સ્થિતિ બાંધતો સ્થાવર જીવ બંધાવલિકા વીત્યા પછી પહેલા 12 કષાય, ભય, જુગુપ્સા, નિદ્રા 5, આતપ, ઉદ્યોત = 21 પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. (34-35) અસ