________________ જઘન્ય પ્રદેશઉદીરણાના સ્વામી 105 ઉપઘાત, પરાઘાત, જિન, ખગતિ 2, સુસ્વર વિના ત્રણ 9, અસ્થિર 2, ઉચ્ચગોત્ર = ૬ર :- ગુણિતકર્માશ જીવને ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. ર૯. સ્વર 2 :- ગુણિતકર્માશ કેવળી વચનયોગનો નિરોધ કરે ત્યારે સ્વર 2 ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 30. ઉચ્છવાસ :- ગુણિતકર્માશ કેવળી શ્વાસોચ્છવાસનો નિરોધ કરે ત્યારે ઉચ્છવાસની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 31. દેવગતિ - ગુણિતકર્માશ, સર્વવિશુદ્ધ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવ દેવગતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 32. નરકગતિ :- ગુણિતકર્માશ, સર્વવિશુદ્ધ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નારકી નરકગતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. જઘન્ય પ્રદેશઉદીરણાના સ્વામી :- ક્ષપિતકર્માશ અતિસંક્લિષ્ટ પરિણામવાળો જીવ જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 1. અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :- અવધિલબ્ધિવાળા સર્વસંક્લિષ્ટ જીવો આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન કરતા ઘણા પુદ્ગલોની નિર્જરા થાય છે. તેથી અવધિલબ્ધિવાળાને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા મળે છે. શેષ આવરણ 7, વેદનીય 2, મિથ્યાત્વમોહનીય, કષાય 16, નોકષાય 9 = 35 :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વસંક્ષિણ મિથ્યાદષ્ટિ જીવો આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 3. નિદ્રા 5 :- ત~ાયોગ્ય સંક્લિષ્ટ પર્યાપ્ત સંજ્ઞી મિથ્યાષ્ટિ જીવો આ પ્રકૃતિની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 2.