________________ ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી 103 13. પહેલા સંઘયણ સિવાયના સંઘયણ 5, વૈક્રિય 7, આહારક 7, ઉદ્યોત = 20 :- ૭માં ગુણઠાણાવાળા ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ જીવને આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 14. દેવાયુષ્ય :- 10,000 વર્ષના આયુષ્યવાળા દેવને અતિ દુઃખના ઉદયમાં દેવાયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. ઘણા દુઃખના અનુભવમાં આયુષ્યના ઘણા પુદ્ગલોની નિર્જરા થાય છે. માટે અહીં ઘણા દુઃખના ઉદયવાળો જીવ લીધો. 15. નરકાયુષ્ય :- 33 સાગરોપમના આયુષ્યવાળા નારકીને અતિદુઃખના ઉદયમાં નરકાયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. ઘણા દુ:ખના અનુભવમાં આયુષ્યના ઘણા પુદ્ગલોની નિર્જરા થાય છે. માટે અહીં ઘણા દુઃખના ઉદયવાળો જીવ લીધો. 16. તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય = ર :- 8 વર્ષના આયુષ્યવાળા તિર્યચ-મનુષ્યને ૮મા વર્ષે અતિદુ:ખના ઉદયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. ઘણા દુ:ખના અનુભવમાં આયુષ્યના ઘણા પુદ્ગલોની નિર્જરા થાય છે. માટે અહીં ઘણા દુઃખના ઉદયવાળા જીવો લીધા. 17. એકેન્દ્રિયજાતિ, સ્થાવર = 2 :- ગુણિતકર્માશ, સર્વવિશુદ્ધ, બાદર પૃથ્વીકાયને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 18. આતપ :- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ ખર બાદર પૃથ્વીકાયને આપની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 19. સૂક્ષ્મ :- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ પર્યાપ્ત સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે.