________________ 102 ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી મિશ્રમોહનીય :- પછીના સમયે સમ્યકત્વ પામનાર ગુણિતકર્માશ મિશ્રદષ્ટિને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય 4:- પછીના સમયે સર્વવિરતિ પામનાર ગુણિતકર્માશ અવિરતસમ્યગ્દષ્ટિને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૮૨ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં કહ્યું છે કે, “પછીના સમયે દેશવિરતિ પામનાર ગુણિતકર્માશ અવિરતસમ્યગ્દષ્ટિને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે.” પ્રત્યાખ્યાનાવરણીય 4 :- પછીના સમયે સર્વવિરતિ પામનાર ગુણિતકર્માશ દેશવિરતને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. સંજ્વલન 3, વેદ 7=6 :-ક્ષપકશ્રેણિમાં ૯માં ગુણઠાણે ગુણિતકર્માશ જીવને પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 10. સંજ્વલન લોભ :- ક્ષપકશ્રેણિમાં ૧૦મા ગુણઠાણે ગુણિતકર્માશ જીવને સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 11. હાસ્ય 6 :- ગુણિતકર્માશ જીવને ક્ષપકશ્રેણિમાં ૮માં ગુણઠાણાના ચરમ સમયે હાસ્ય ૬ની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 12. સાતા, અસાતા = ર :- ૭માં ગુણઠાણાને અભિમુખ ગુણિતકર્માશ પ્રમત્ત સંયતને ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે, કેમકે તે સૌથી વધુ વિશુદ્ધિવાળો છે.