________________ 104 ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણાના સ્વામી 20. સાધારણ :- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ સાધારણ વનસ્પતિકાયને સાધારણનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 21. બેઈન્દ્રિયજાતિ :- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ બેઈન્દ્રિય જીવ બેઈન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 22. તેઈન્દ્રિયજાતિ - ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ તેઈન્દ્રિય જીવ તેઈન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 23. ચઉરિન્દ્રિયજાતિ :- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ ચઉરિન્દ્રિય જીવ ચઉરિન્દ્રિયજાતિની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. 24. અપર્યાપ્ત - ગુણિતકર્માશ અપર્યાપ્ત સંમૂચ્છિમ મનુષ્યને ચરમ સમયે અપર્યાપ્તનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 25. તિર્યંચગતિ - ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ દેશવિરત તિર્યંચને તિર્યંચગતિનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 26. આનુપૂર્વી 4:- ગુણિતકર્માશ સર્વવિશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વિગ્રહગતિથી તે તે ગતિમાં જતા વિગ્રહગતિના ત્રીજા સમયે તે તે આનુપૂર્વીની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 27. દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર = 4 - પછીના સમયે સંયમ પામનાર ગુણિતકર્માશ અવિરત સમ્યગ્દષ્ટિને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. 28. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, દારિક 7, તેજસ 7, સંસ્થાન 6, ૧લુ સંઘયણ, વર્ણાદિ 20, અગુરુલઘુ, નિર્માણ, 1. પંચસંગ્રહ ગાથા ૮૭ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 151 ઉપર કહ્યું છે કે, “ગુણિતકર્માશ અપર્યાપ્ત મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ચરમ સમયે અપર્યાપ્ત નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે.' અહીં કહેવાની રીત જુદી છે, બાકી અર્થ ઉપર પ્રમાણે જ છે.