________________ ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિઉદીરણાના સાદ્યાદિ ભાંગા 48 સ્થિતિઉદીરણા કરે છે. વળી કાલાંતરે તે ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે છે. આમ સંક્લેશ-વિશુદ્ધિને અનુસારે ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુષ્ટ સ્થિતિઉદીરણા સતત બદલાતા રહે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. | (i) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણાની જેમ સાદિ અને અદ્ભવ છે. (ii) તૈજસ 7, વર્ણાદિ 20, સ્થિર 2, અસ્થિર 2, અગુરુલઘુ, નિર્માણ = 33 :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. આ પ્રકૃતિઓની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય સ્થિતિઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુષ્ટ સ્થિતિઉદીરણાની જેમ સાદિ અને અધુવ છે.