________________ જઘન્ય રસઉદીરણાના સ્વામી 95 (33) કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ = ર :- કેવળીસમુદ્ધાતમાંથી પાછા ફરનારા કેવળીને મંથાનના સંહારસમયે (એટલે કે ૬ઢા સમયે) આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા હોય છે. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા 78 ની ચૂર્ણિમાં પાના નં. 92 ઉપર કહ્યું છે કે, “કેવળીસમુદ્ધાતમાંથી પાછા ફરનારા, મંથાનમાં રહેલા (એટલે કે પમા સમયે રહેલા) ને આ બે પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ મૂળ અને ચૂર્ણિની મુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટિપ્પણમાં કહ્યું છે કે, “કેવળીસમુઘાતમાંથી પાછા ફરનારા, મંથાનમાં રહેલા (એટલે કે પમા સમયે રહેલા) ને આ બે પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. આ બે પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા તૈજસશરીરમાં જ હોય છે, કેમકે કેવળ સમુદ્ધાતના પમા સમયે ઔદારિકશરીરનો ઉદય હોતો નથી, તેજસશરીર અને કાશ્મણશરીરનો જ ઉદય હોય છે અને કાર્મણશરીરમાં આ બે સ્પર્શ હોતા નથી.” (34) શેષ અશુભ વર્ણાદિ 7, અસ્થિર, અશુભ = 9 :- આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે થાય છે, કેમકે આ પ્રકૃતિઓની ઉદીરણા કરનારાઓમાં તે સૌથી વિશુદ્ધ છે. (35) વેદનીય 2, ગતિ 4, જાતિ 5, ખગતિ 2, આનુપૂર્વી 4, ઉચ્છવાસ, ત્રસ 3, સ્થાવર 3, સુભગ 4, દુર્ભગ 4, ગોત્ર 2 = 34 :- તે પ્રકૃતિના ઉદયવાળા મધ્યમ પરિણામવાળા જીવો આ પ્રવૃતિઓની જઘન્ય રસઉદીરણા કરે છે. * તમને જે અનિષ્ટ હોય તે બીજા માટે ન ઈચ્છો.