________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદીરણાના સાદ્યાદિ ભાંગા 99 નહીં પામેલાને મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય ત્યારે કે ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અધ્રુવ અતિસંક્લિષ્ટ પરિણામવાળો મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. અતિસંક્લિષ્ટ પરિણામથી પડીને મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયની અજઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. ફરી કાલાંતરે તે અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઈને મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશોદીરણા કરે છે. આમ મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશોદીરણા અને અજઘન્ય પ્રદેશોદીરણા વારાફરતી થતી હોવાથી તે બન્ને સાદિ અને અદ્ભવ છે. (i) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :ગુણિતકર્માશ જીવ ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા કરે છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રકૃતિઓની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે ત્યારે તેમની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણા મિથ્યાત્વમોહનીયની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણાની જેમ સાદિ અને અધુવ છે. * સાચા શિષ્ય બનતા આવડે તો આખા જગતનું ગુરુપદ મળે.