________________ દ્વાર ૧લુ-સાધાદિ પ્રરૂપણા 97 બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણા જ્ઞાનાવરણની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણાની જેમ સાદિ અને અધ્રુવ છે. (ii) વેદનીય :- ૭મા ગુણઠાણાને અભિમુખ પ્રમત્તસંયતને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની વેદનીયની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે ૭મા વગેરે ગુણઠાણે હોતી નથી. ત્યાંથી પડેલાને તે સાદિ છે. પૂર્વે ૭માં વગેરે ગુણઠાણા નહીં પામેલાને વેદનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા અનાદિ છે. અભવ્યને વેદનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને વેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય ત્યારે તેની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા અધ્રુવ છે. વેદનીયની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણા જ્ઞાનાવરણની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણાની જેમ સાદિ અને અધ્રુવ છે. | (iv) મોહનીય :- ૧૦માં ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયની મોહનીયની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે ૧૦માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારથી ન થાય. ત્યાંથી પડેલાને મોહનીયની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા સાદિ છે. પૂર્વે