________________ 96 પ્રદેશઉદીરણા પ્રદેશઉદીરણા અહીં 2 દ્વાર છે. તે આ પ્રમાણે - (1) સાઘાદિ પ્રરૂપણા - મૂળપ્રકૃતિઓમાં પ્રદેશઉદીરણાના સાદ્યાદિ ભાંગા : (i) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય = 3 :- ગુણિતકર્માશ જીવને ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા આંધ્રુવ છે. અતિસંક્લિષ્ટ પરિણામવાળા મિથ્યાષ્ટિને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા થાય છે. સંક્લિષ્ટ પરિણામથી પડીને મિથ્યાદષ્ટિ આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. ફરી કાલાંતરે મિથ્યાદષ્ટિ જીવ અતિસંક્લિષ્ટ પરિણામવાળો થઈ આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. આમ આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા અને અજઘન્ય પ્રદેશઉદીરણા વારાફરતી થતી હોવાથી તે બન્ને સાદિ અને અધુવ છે. | (i) નામ, ગોત્ર = 2 :- ગુણિતકર્માશ જીવ ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશઉદીરણા કરે છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. તે સિવાયની આ પ્રકૃતિઓની બધી પ્રદેશઉદીરણા તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદીરણા છે. તે