________________ 84 જઘન્ય રસઉદીરણાના સ્વામી કાળવાળા, આહારક, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયને ભવના પ્રથમ સમયે પ્રત્યેકની જઘન્ય રસઉદીરણા થાય છે. (30) પરાઘાત - જઘન્યસ્થિતિવાળા, અતિસંક્લિષ્ટ, શીધ્ર પર્યાપ્ત થયેલ સૂક્ષ્મ એકેન્દ્રિયને પર્યાપ્તિના ચરમ સમયે પરાઘાતની જઘન્ય રસઉદીરણા થાય છે. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૭ની ચૂર્ણિમાં પાના નં. 92 ઉપર કહ્યું છે કે, “જઘન્યસ્થિતિવાળા, અતિસંક્લિષ્ટ, શીધ્ર પર્યાપ્ત થયેલ સૂક્ષ્મ એકેન્દ્રિયને પર્યાપ્તાવસ્થાના પહેલા સમયે પરાઘાતની જઘન્ય રસઉદીરણા થાય છે.' (31) આતપ, ઉદ્યોત = 2 :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત, સંક્લિષ્ટ, તઘોગ્ય પૃથ્વીકાયને પર્યાપ્તાવસ્થાના પહેલા સમયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. (32) જિનનામકર્મ :- તીર્થકરને આયોજિકાકરણની પહેલા જિન નામકર્મની જઘન્ય રસઉદીરણા થાય છે. આયોજિકાકરણમાં ઘણી રસઉદીરણા થવાથી અહીં આયોજિકાકરણની પહેલા જઘન્ય રસઉદીરણા કહી. 1. કેવળજ્ઞાનથી પોતાના આયુષ્ય કરતા શેષ અઘાતી કર્મોની સ્થિતિને અધિક જાણી તેને આયુષ્યની સમાન કરવા તે સ્થિતિનો ઘાત કરવો તે સમુદ્ધાત છે. મર્યાદાપૂર્વક અતિશુભયોગોનો વ્યાપાર કરવો તે આયોજિકાકરણ છે. કેટલાક આને આવર્જિતકરણ કહે છે. આવર્જિતકરણ એટલે તથાભવ્યત્વ વડે મોક્ષગમન પ્રત્યે અભિમુખ કરાયેલ જીવની ઉદીરણાવલિકામાં કર્મોને નાંખવા તે. કેટલાક આને આવશ્યકકરણ કહે છે. સમુદ્ધાત કેટલાક કેવળી કરે અને કેટલાક ન કરે, પણ આયોજિકાકરણ તો બધા ય કેવળી અવશ્ય કરે. તેથી આયોજિકારણને આવયકકરણ કહ્યું છે. આયોજિકારણનો કાળ અંતર્મુહૂર્તના છે.