________________ જઘન્ય રસઉદીરણાના સ્વામી 93 રસઉદીરણા થાય છે. ઉત્કૃષ્ટસ્થિતિવાળો વિશુદ્ધિમાં હોય છે. તેથી અહીં ઉત્કૃષ્ટસ્થિતિવાળો જીવ લીધો છે. (24) મધ્યમ 4 સંઘયણ - પૂર્વકોડવર્ષના આયુષ્યવાળા આહારક મનુષ્યને ભવના પહેલા સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. દીર્ઘઆયુષ્યવાળો વિશુદ્ધિમાં હોય છે. પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ મનુષ્ય અલ્પબળવાળા હોય છે. માટે અહીં પૂર્વકોડવર્ષના આયુષ્યવાળા મનુષ્યો લીધા. (25) હુંડક સંસ્થાન, ઉપઘાત, સાધારણ = 3 :- દીર્ઘસ્થિતિવાળા આહારક સૂક્ષ્મ એકેન્દ્રિયને ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. (26) સેવાર્ય સંઘયણ - 12 વર્ષના આયુષ્યવાળા બેઈન્દ્રિયને ૧૨મા વર્ષે સેવાર્ત સંઘયણની જઘન્ય રસઉદીરણા થાય છે. (27) મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ = 2 :- તદ્યોગ્ય વિશુદ્ધ અનાહારક સંજ્ઞી પંચેન્દ્રિયને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. (28) તૈજસ 7, મૃદુસ્પર્શ-લઘુસ્પર્શ વિના શુભવર્ણાદિ 9, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ = 20 :- સર્વસંક્લિષ્ટ અનાહારક મિથ્યાષ્ટિને વિગ્રહગતિમાં આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. સર્વસંક્લિષ્ટ જીવ શુભપ્રકૃતિની રસઉદીરણા અલ્પ કરતો હોવાથી અહીં સર્વસંક્લિષ્ટ જીવા લીધો છે. (29) પ્રત્યેક :- જઘન્યસ્થિતિવાળા, પર્યાપ્ત થવાના જઘન્ય