________________ જઘન્ય રસઉદીરણાના સ્વામી 91 અવિરતસમ્યગ્દષ્ટિને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. મિથ્યાદષ્ટિ કરતા અવિરતસમ્યગ્દષ્ટિ અનંતગુણ વિશુદ્ધ હોય છે. તેથી અહીં અવિરતસમ્યગ્દષ્ટિ લીધા. (13) પ્રત્યાખ્યાનાવરણીય 4 :- પછીના સમયે સંયમ પામનાર દેશવિરતને આ પ્રકૃતિઓની જધન્ય રસઉદીરણા થાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ કરતા દેશવિરત અનંતગુણવિશુદ્ધ હોય છે. તેથી અહીં દેશવિરત લીધા. (14) મિશ્રમોહનીય :- પછીના સમયે સમ્યકત્વ પામનાર મિશ્રદષ્ટિને મિશ્રમોહનીયની જધન્ય રસઉદીરણા થાય છે. મિશ્રદષ્ટિને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તે સંયમ સહિત સમ્યક્ત્વ પામી શકતો નથી. તેથી અહીં માત્ર સમ્યત્વ પામનાર જીવ લીધો. (15) નરકાયુષ્ય :- જઘન્યસ્થિતિવાળા અતિવિશુદ્ધ નારકીને સ્વભાવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે નરકાયુષ્યની જઘન્ય રસઉદીરણા થાય છે. (16) શેષ 3 આયુષ્ય :- જઘન્યસ્થિતિવાળા અતિસંક્લિષ્ટ તે તે જીવોને તે તે ભવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તે તે આયુષ્યની જઘન્ય રસઉદીરણા થાય છે. (17) ઔદારિક 6 :- જઘન્યસ્થિતિવાળો અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જીવ ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા કરે છે. જઘન્યસ્થિતિવાળો જીવ વધુ સંક્લેશમાં હોવાથી અહીં જઘન્યસ્થિતિવાળો જીવ લીધો છે. (18) વૈક્રિય 6 :- જધન્યસ્થિતિવાળો પર્યાપ્ત બાદર વાયુકાય જીવ