________________ 8 9 જઘન્ય રસઉદીરણાના સ્વામી જઘન્ય રસઉદીરણાના સ્વામી : મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ = 4:- 14 પૂર્વધરને ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. મન:પર્યવજ્ઞાનાવરણ :- વિપુલમતિમન:પર્યવજ્ઞાનીને ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય રસઉદીરણા થાય છે. અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :પરમાવધિજ્ઞાનીને ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, અંતરાય 5 = 7 :૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. સંજ્વલન 3, વેદ 3 = 6 :- ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે તે તે પ્રકૃતિની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તે તે પ્રકૃતિની જઘન્ય રસઉદીરણા થાય છે. સંજ્વલન લોભ :- ક્ષપકશ્રેણિમાં ૧૦માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સંજવલન લોભની જઘન્ય રસઉદીરણા થાય છે. D. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૦ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 86 ઉપર અને પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૭૦ની મલયગિરિ