________________ 90 જઘન્ય રસઉદીરણાના સ્વામી હાસ્ય 6 :- ક્ષપકશ્રેણિમાં ૮માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિની જઘન્ય રસઉદીરણા થાય છે. (8) નિદ્રા 2 :- ૧૧મા ગુણઠાણે નિદ્રા રની જઘન્ય રસઉદીરણા થાય છે, કેમકે તે સર્વવિશુદ્ધ છે. મતાંતરે ૧૨માં ગુણઠાણાની ર સમયાધિક 1 આવલિકા બાકી હોય ત્યારે નિદ્રા રની જઘન્ય રસઉદીરણા થાય છે. થિણદ્ધિ 3 :- ૭માં ગુણઠાણાને અભિમુખ વિશુદ્ધ પ્રમત્તસંયતને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય (10) સમ્યકત્વમોહનીય :- દર્શન ૩નો ક્ષય કરનારને સમ્યકત્વ મોહનીયની સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય રસઉદીરણા થાય છે. (11) મિથ્યાત્વમોહનીય, અનંતાનુબધી 4 = 5 - પછીના સમયે સંયમ સહિત સમ્યક્ત્વ પામનાર મિથ્યાષ્ટિને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. (12) અપ્રત્યાખ્યાનાવરણીય 4 :- પછીના સમયે સંયમ પામનાર મહારાજા કૃત ટીકામાં પાના નં. 143 ઉપર સંજવલને લોભની જઘન્ય રસઉદીરણા ક્ષેપકને ૯માં ગુણઠાણે સંજવલન લોભની ઉદીરણાને અંતે કહી છે. તેનું કારણ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ મૂળ અને ચૂર્ણિની અનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટીપ્પણ ૪રમાં પાના નં. 369 ઉપર આ પ્રમાણે કહ્યું છે - ‘૧૦માં ગુણઠાણે સંજવલન લોભના કિટ્ટિકૃત રસના ઉદય-ઉદીરણા હોય છે. 1 હાણિયા રસથી 4 ઠાણિયા રસમાંના કોઈપણ રસમાં તેનો સમાવેશ થતો નથી. તેથી તે અત્યંત તુચ્છ છે. માટે તે અવ્યવહાર્ય છે. તેથી તેની ગણતરી કરી ન હોય. માટે ક્ષેપકને ( મા ગુણઠાણે સંજવલન લોભની ઉદીરણાને અંતે સંજવલન લોભની જધન્ય રસઉદીરણા કહી હોય.'