________________ 54 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી અનુદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ અને અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ : (4) મિશ્રમોહનીય :- મિથ્યાત્વ મોહનીયની 70 કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત- પછી સમ્યકત્વ પામે ત્યારે ઉદયાવલિકા ઉપરની ઉત્કૃષ્ટ સ્થિતિ - (અંતર્મુહૂર્ત | 1 આવલિકા) પ્રમાણ સ્થિતિ મિશ્રમોહનીયમાં સંક્રમાવે. અંતર્મુહૂર્ત પછી ૩જા ગુણઠાણે જાય ત્યારે મિશ્રમોહનીયના ઉદયવાળો તે જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધા છેદ - 2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા ત્રિથતિ = 70 કોડાકોડી સાગરોપમ - ર અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 70 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત 1 આવલિકા) D. મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશમાં બંધાય છે, જયારે સમ્યત્વની પ્રાપ્તિ વિશુદ્ધિમાં થાય છે. તેથી મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી તરત સમ્યક્ત્વ ન પામી શકે. માટે મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વ પામે એમ કહ્યું. A. સમ્યક્ત્વ પામ્યા પછી જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી તો એ અવશ્ય ટકે જ છે. ત્યાર પછી જ ત્યાંથી જીવ અન્ય ગુણઠાણે જાય છે. તેથી સમ્યકૃત્વ પામ્યા પછી જીવ તરત જ ૩જા ગુણઠાણે ન જઈ શકે. માટે સમ્યક્ત્વ પામીને અંતર્મુહૂર્ત પછી ૩જા ગુણઠાણે જાય એમ કહ્યું. ૧લા ગુણઠાણેથી સીધો ૩જા ગુણઠાણે આવે તો ત્યાં મિથ્યાત્વમોહનીયની સ્થિતિ મિશ્રમોનીયમાં ન સંક્રમાવે, કેમકે ૩જા ગુણઠાણે દર્શનમોહનીયનો સંક્રમ થતો નથી. માટે ૧લા ગુણઠાણેથી સમ્યકત્વ પામીને પછી 3જા ગુણઠાણે આવે એમ કહ્યું. (r). ર અંતર્મુહૂર્ત = ૧લા ગુણઠાણાનું અંતર્મુહૂર્ત + સમ્યત્વ પામ્યા પછીનું અંતમુહૂર્ત. Xi, 1 નવલિકા - ઉદયાવલિકા .