________________ દ્વાર રજુ-શુભ-અશુભ પ્રરૂપણા (2) શુભ-અશુભ પ્રરૂપણા H- શુભ-અશુભ પ્રરૂપણા બન્ધશતકના રસબંધ અધિકારમાં અને કર્મપ્રકૃતિના સંક્રમકરણના રસસંક્રમ અધિકારમાં કહી છે તે પ્રમાણે જાણવી. ઉદીરણાને આશ્રયી પુણ્યપ્રકૃતિઓ બધી શુભ છે અને પાપપ્રકૃતિઓ, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અશુભ છે. ઉત્કૃષ્ટ રસસત્તાની અપેક્ષાએ અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન કે અનંતગુણહીન રસ સત્તામાં હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ રસની ઉદીરણા થાય, કેમકે અનંતાનંત સ્પર્ધકોના રસનો ક્ષય કર્યા પછી પણ સત્તામાં ઉત્કૃષ્ટ રસવાળા અનંતા સ્પર્ધકો વિદ્યમાન હોય છે. (3) વિપાકપ્રરૂપણા :- વિપાક એટલે ઉદય. કઈ પ્રકૃતિઓનો ઉદય શેને આશ્રયીને થાય છે ? તેની વિચારણા કરવી એ વિપાકપ્રરૂપણા છે. વિપાક પ્રરૂપણા બન્ધશતકના રસબંધ અધિકારમાં કહી છે તે પ્રમાણે જાણવી. (1) જ્ઞાનાવરણ 5, કેવળદર્શનાવરણ, મોહનીય 28, વીર્યંતરાય = ૩પ :- આ પ્રકૃતિઓનો વિપાક સર્વ જીવદ્રવ્યોમાં અને અસર્વપર્યાયોમાં થાય છે. (2) ચક્ષુદર્શનાવરણ :- ચક્ષુદર્શનાવરણનો વિપાક ગુરુલઘુ સ્પર્શવાળા અનંતપ્રદેશવાળા સ્કંધોને વિષે થાય છે. ચક્ષુદર્શન વગેરેનો જેટલો વિષય હોય તેટલો જ વિષય ચક્ષુદર્શનાવરણ વગેરે કર્મોનો હોય છે. (કષાયો આવે છે તે આપણી નિર્બળતા છે. . પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા 48 અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. 133 ઉપર અવધિજ્ઞાનાવરણનો વિપાક રૂપી દ્રવ્યોને વિષે કહ્યો છે.