________________ 78 દ્વાર પમુ - સાદ્યાદિ પ્રરૂપણા આતપ, ઉચ્છવાસ, નિર્માણ, ત્રસ 3, સ્થાવર 4, દુર્ભગ 4, નીચગોત્ર = પ૬) :- આ પ્રકૃતિની રસઉદીરણા બધા જીવોને ભવપ્રત્યય (5) સાદ્યાદિ પ્રરૂપણા : મૂળપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા : (i) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય = 3 :- ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. આ પ્રવૃતિઓની તે સિવાયની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય ત્યારે તેમની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુષ્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અપ્રુવ છે. (ii) મોહનીય :- ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા D. પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા પર અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. ૧૩પ ઉપર શેષ પદ પ્રકૃતિઓની રસઉદીરણાની પ્રત્યયપ્રરૂપણા આ રીતે બતાવી છે. - નરક ૩ની રસઉદીરણા નરકભવપ્રત્યય છે, દેવ ની રસઉદીરણા દેવભવપ્રત્યય છે, તિર્યંચ 3 - જાતિ 4 - સ્થાવર - સૂક્ષ્મ - સાધારણ - આપની રસઉદીરણા તિર્યંચભવપ્રત્યય છે, મનુષ્ય ની રસ ઉદીરણા મનુષ્યભવપ્રત્યય છે, શેષ પ્રકૃતિઓની રસઉદીરણા નિર્ગુણપરિણામપ્રત્યય છે. વિવાભેદથી આ રીતે કહેવું પણ યોગ્ય છે.