________________ 82 ઉત્તરપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા | (iii) કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ = 2 :- કેવલીસમુદ્ધાતમાંથી પાછા ફરનારને છઠ્ઠા સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રકૃતિઓની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. તે કેવલીસમુદ્ધાતમાંથી પાછા ફરનારને ૭મા સમયે સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને આ પ્રકૃતિઓની અજઘન્ય રસઉદીરણા અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય ત્યારે કે ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેમની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુત્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાદષ્ટિ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. (iv) તૈજસ 7, મૃદુસ્પર્શ-લઘુસ્પર્શ વિના શુભવર્ણાદિ 9, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ = 20 :- ૧૩મા ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રકૃતિઓની બધી રસઉદીરણા તે અનુત્કૃષ્ટ રસઉદીરણા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અનુત્કૃષ્ટ D. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા પદની ચૂર્ણિમાં કહ્યું છે કે, કેવલીસમુદ્ધાતમાંથી પાછા ફરનારને મંથાન વખતે એટલે કે પમા સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે.' A. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા પ૬ની ચૂણિમાં કહ્યું છે કે, “મંથાનથી ૫ડનારાન એટલે કે છકા સમયે આ પ્રવૃતિઓની અજઘન્ય રસઉદીરણા થાય છે.'