________________ ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી 85 વગેરે પ્રકૃતિઓની પુદ્ગલ વગેરે પ્રત્યયના પ્રકર્ષમાં ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે અને પ્રથમ સમયે જઘન્ય રસઉદીરણા થાય છે. ઉત્કૃષ્ટ રસઉદીરણાના સ્વામી :(1) અંતરાય 5, અચક્ષુદર્શનાવરણ = 6 :- દાનાદિની અને અચક્ષુદર્શનની સર્વથી અલ્પ લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને પ્રથમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા હોય છે. અંતરાય 5 અને અચક્ષુદર્શનાવરણ વડે કરાયેલ સૌથી વધુ લબ્ધિનો અપકર્ષ ત્યારે જ સંભવે છે. (2) ચક્ષુદર્શનાવરણ - સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત તેઈન્દ્રિયને પર્યાપ્તિના ચરમ સમયે ચક્ષુદર્શનાવરણની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે, કેમકે ચક્ષુદર્શનાવરણ વડે કરાયેલ લબ્ધિના પ્રતિબંધનો પરમપ્રકર્ષ ત્યારે જ સંભવે છે. (3) નિદ્રા 5 :- સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત મધ્યમ પરિણામવાળા તસ્ત્રાયોગ્યસંક્લેશવાળા જીવોને નિદ્રા પની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. અતિવિશુદ્ધિમાં અને અતિસંક્લેશમાં નિદ્રા પ નો ઉદય ન થતો હોવાથી અહીં મધ્યમપરિણામવાળા જીવો લીધા. (4) નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, અસાતા, નરકગતિ, હુંડક સંસ્થાન, કુખગતિ, ઉપઘાત, દુર્ભગ 4, નીચગોત્ર, નરકાયુષ્ય = 16 :- સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિવાળા સર્વસંક્લિષ્ટ નારકીને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા હોય છે. સાતા, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 7, ઉચ્છવાસ, ત્રસ 3, સુસ્વર = 15 :- સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉત્કૃષ્ટસ્થિતિવાળા સર્વવિશુદ્ધ દેવને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા હોય છે.