________________ ઉત્તરપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાઘાદિ ભાંગા :| (i) મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ = 2 :- આહારકશરીરી આ બે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા કરે છે. તે સાદિ અને અધુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી રસઉદીરણા તે અનુત્કૃષ્ટ રસઉદીરણા છે. તે આહારક શરીરનો ઉપસંહાર કરનારને સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને આ પ્રકૃતિની અનુત્કૃષ્ટ રસઉદીરણા અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિની અનુત્કૃષ્ટ રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય ત્યારે અથવા ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ રસઉદીરણા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા અને અજઘન્ય રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. (ii) મિથ્યાત્વમોહનીય :- સમ્યક્ત્વ સહિત સંયમ પામવાને અભિમુખ મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયની જઘન્ય રસઉદીરણા કરે છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અદ્ભવ છે. તે સિવાયની મિથ્યાત્વમોહનીયની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. સમ્યકત્વથી પડેલાને તે સાદિ છે. પૂર્વે સમ્યક્ત્વ નહીં પામેલાને મિથ્યાત્વમોહનીયની અજઘન્ય રસઉદીરણા અનાદિ છે. અભવ્યને મિથ્યાત્વમોહનીયની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મિથ્યાત્વમોહનીયની જઘન્ય રસઉદીરણા કરે ત્યારે કે સમ્યકત્વ પામે ત્યારે મિથ્યાત્વમોહનીયની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુત્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે.