________________ મૂળપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાઘાદિ ભાંગા 79 બાકી હોય ત્યારે મોહનીયની જઘન્ય રસઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. મોહનીયની તે સિવાયની બધી રસઉદીરણા તે અજઘન્ય રસઉદીરણા છે. તે ૧૦માં ગુણઠાણાની સયાધિક આવલિકા બાકી હોય ત્યારથી ન થાય. ત્યાંથી પડેલાને મોહનીયની અજઘન્ય રસઉદીરણા સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને મોહનીયની અજઘન્ય રસઉદીરણા અનાદિ છે. અભવ્યને મોહનીયની અજઘન્ય રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મોહનીયની જઘન્ય રસઉદીરણા થાય ત્યારે તેની અજઘન્ય રસઉદીરણા અધ્રુવ છે. મોહનીયની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુત્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બને સાદિ અને અધુવ છે. | (ii) વેદનીય :- ઉપશમશ્રેણિમાં ૧૦માં ગુણઠાણે બંધાયેલા વેદનીયની સર્વાર્થસિદ્ધમાં જઈને પહેલા સમયે જે રસઉદીરણા થાય છે તે ઉત્કૃષ્ટ રસઉદીરણા છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. વેદનીયની તે સિવાયની બધી રસઉદીરણા તે અનુત્કૃષ્ટ રસઉદીરણા છે. તે ૭મા ગુણઠાણાથી થતી નથી. ત્યાંથી પડેલાને વેદનીયની અનુત્કૃષ્ટ રસઉદીરણા સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને વેદનીયની અનુત્કૃષ્ટ રસઉદીરણા અનાદિ છે. અભવ્યને વેદનીયની અનુત્કૃષ્ટ રસઉદીરણા ધ્રુવ છે. ભવ્યને ૭મું ગુણઠાણ પામે ત્યારે વેદનીયની અનુત્કૃષ્ટ રસઉદીરણા અધુવ છે. વેદનીયની જધન્ય રસઉદીરણા અને અજઘન્ય રસઉદીરણા મિથ્યાષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધુવ છે.