________________ દ્વાર ૪થુ - પ્રત્યયપ્રરૂપણા રસઉદીરણાના પ્રત્યય પરિણામપ્રચય ભવપ્રત્યય સગુણપરિણામપ્રત્યય નિર્ગુણપરિણામપ્રત્યય (1) વૈક્રિય 7 :- વૈક્રિય ૭ની રસઉદીરણા તિર્યંચ અને મનુષ્યને ગુણપરિણામપ્રત્યય છે, તથા દેવ અને નારકીને ભવપ્રત્યય (2) તૈજસ 7, વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્નિગ્ધસ્પર્શ, રૂક્ષસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્થિર 2, અસ્થિર 2, અગુરુલઘુ = 28 :- આ 28 પ્રકૃતિઓની રસઉદીરણા તિર્યંચ અને મનુષ્યને પરિણામપ્રત્યય છે, તથા દેવ અને નારકીને ભવપ્રત્યય છે. મનુષ્ય અને તિર્યંચને અમુક અવસ્થામાં તેજસશરીર મંદ હોવાથી મંદાગ્નિપણ થાય છે અને અમુક અવસ્થામાં તેજસશરીર પ્રબળ હોવાથી પ્રૌઢાગ્નિપણ થાય છે. તેથી તૈજસ ૭ની રસઉદીરણા પરિણામપ્રત્યય છે. એમ અન્ય પ્રકૃતિઓ માટે પણ જાણવું. (3) સમચતુરગ્નસંસ્થાન, મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ, સુખગતિ, પરાઘાત, ઉદ્યોત, પ્રત્યેક, સુસ્વર = 8 :- આ પ્રકૃતિઓની રસઉદીરણા ઉત્તરવૈક્રિય શરીરમાં અને આહારક શરીરમાં શરીર પરિણામપ્રત્યય છે અને શેષ જીવોને ભવપ્રત્યય છે. (4) આહારક 7 :- મનુષ્યને આહારક ૭ની રસઉદીરણા ગુણપરિણામપ્રત્યય છે. અન્ય જીવોને આહારક ૩ના ઉદય-ઉદીરણા થતા નથી.