________________ દ્વાર ૩જુ-વિપાકપ્રરૂપણા 75 (3) શેષ અંતરાય 4 :- આ પ્રકૃતિઓનો વિપાક ગ્રહણધારણયોગ્ય પગલદ્રવ્યોને વિષે થાય છે. (4) અવધિદર્શનાવરણ :- અવધિદર્શનાવરણનો વિપાક રૂપી દ્રવ્યોને વિષે થાય છે. (5) શરીર 5, અંગોપાંગ 3, બંધન 15, સંઘાતન 5, સંસ્થાન 6, સંઘયણ 6, વર્ણાદિ 20, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યક, સાધારણ, સ્થિર 2, અસ્થિર ર = 72 :- આ પ્રકૃતિઓ ઔદારિક વગેરે મુદ્દગલોને વિષે પોતાનો વિપાક બતાવે છે. (6) આનુપૂર્વી 4 :- આ પ્રકૃતિઓ આકાશરૂપી ક્ષેત્રને વિષે પોતાનો વિપાક બતાવે છે. (7) આયુષ્ય 4:- આ પ્રકૃતિઓ તે તે ભવને વિષે પોતાનો | વિપાક બતાવે છે. (8) અચક્ષુદર્શનાવરણ, નિદ્રા 5, વેદનીય 2, ગતિ 4, જાતિ 5, ખગતિ 2, જિન, ઉચ્છવાસ, ત્રસ 3, સુભગ 4, સ્થાવર 3, દુર્ભગ 4, ગોત્ર 2 = 37 :- આ પ્રવૃતિઓ જીવને વિષે પોતાનો વિપાક બતાવે છે. (4) પ્રત્યયપ્રરૂપણા - રસઉદીરણાનું કારણ તે પ્રત્યય. જે કારણથી પ્રકૃતિઓના રસની ઉદીરણા થાય તેની વિચારણા કરવી તે પ્રત્યય પ્રરૂપણા છે. પ્રત્યય બે પ્રકારના છે - પરિણામપ્રત્યય અને ભવપ્રત્યય. પરિણામપ્રત્યયના બે પ્રકાર છે - સગુણપરિણામપ્રત્યય અને નિર્ગુણપરિણામપ્રત્યય. જેમાં મોહ ભળેલો ન હોય તેવી કોઇ પણ સારી ભાવના અવશ્ય ફળે