________________ 6 8 જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી (9) પહેલા સિવાયના 5 સંઘયણ :- તે સંઘયણની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવી જે સંઘયણનો ઉદય હોય તે સિવાયના દરેક સંઘયણને લાંબા અંતમૂહુર્ત સુધી બાંધી વેદ્યમાન સંઘયણ બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે તે સંઘયણની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે. તે તે સંઘયણની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (10) તિર્યંચગતિ :- તિર્યંચગતિની જઘન્ય સ્થિતિસત્તાવાળા બાદર તેઉકાય-વાયુકાય જીવો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં આવી લાંબા અંતર્મુહૂર્ત સુધી મનુષ્યગતિ બાંધીને તિર્યંચગતિ બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે તિર્યંચગતિની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે છે. તે તિર્યંચગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા છે. (૧૧)તિર્યંચાનુપૂર્વી - તિર્યંચાનુપૂર્વીની જઘન્ય સ્થિતિસત્તાવાળા બાદર તેઉકાય-વાયુકાય જીવો વિગ્રહગતિથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવે ત્યારે વિગ્રહગતિના ત્રીજા સમયે તિર્યંચાનુપૂર્વીની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે તિર્યંચાનુપૂર્વીની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (૧૨)દેવગતિ, નરકગતિ, વૈક્રિય અંગોપાંગ = 3:- અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધીને લાંબો કાળ ત્યાં રહીને પલામ ના આયુષ્યવાળો દેવ કે નારક થાય. તે ભવના ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા છે.