________________ જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી (4) સાતા :- સાતાની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવી ઉત્પત્તિસમયથી સાતાને અનુભવતો મોટા અંતર્મુહૂર્ત સુધી અસાતા બાંધે. પછી તે સાતા બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે સાતાની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે છે. તે સાતાની જઘન્ય સ્થિતિઉદીરણા છે. અસાતા :- અસાતાની જધન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવી ઉત્પત્તિસમયથી અસાતાને અનુભવતો મોટા અંતર્મુહૂર્ત સુધી સાતા બાંધે. પછી તે અસાતા બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે અસાતાની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે. તે અસાતાની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (6) હાસ્ય, રતિ = 2 :- આ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામી સાતાના જઘન્ય સ્થિતિ ઉદીરણાના સ્વામીની જેમ જાણવા. (7) શોક, અરતિ, નીચગોત્ર, દુર્ભગ, અનાદેય, અયશ = 6 : આ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી અસાતાના જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામીની જેમ જાણવા. (8) અપર્યાપ્ત :- અપર્યાપ્તની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવી ઉત્પત્તિસમયથી મોટા અંતર્મુહૂર્ત સુધી પર્યાપ્ત બાંધીને પછી અપર્યાપ્ત બાંધે તેની બંધાવલિકાના ચરમ સમયે ઉદયાવલિકા ઉપરની અપર્યાપ્તની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે છે. તે અપર્યાપ્તની જઘન્ય સ્થિતિ ઉદીરણા છે.