________________ અસંખ્ય અસંખ્ય 7) જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી (18) મિશ્રમોહનીય :- મિશ્રમોહનીયની 1 સાગરોપમ - પચાપમ પ્રમાણ સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવે. ત્યાં મિશ્રમોહનીયની સ્થિતિ ઉદીરણાને અપ્રાયોગ્ય બને તેના અંતર્મુહૂર્ત પૂર્વે તે ત્રીજું ગુણઠાણ પામે. તે ત્રીજા ગુણઠાણાને ચરમ સમયે મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. એકેન્દ્રિયની મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિસત્તાથી ઓછી મિશ્રમોહનીયની સ્થિતિસત્તા જેને હોય તેને મિથ્યાત્વમોહનીયનો અવશ્ય ઉદય થવાથી મિશ્રમોહનીયની ઉઠ્ઠલના થાય. તેથી તેને મિશ્રમોહનીયની ઉદીરણા ન થાય. (૧૯)વૈક્રિય 6 - વૈક્રિય ૬ની સાગરોપમ - પલ્યોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તાવાળો બાદર વાયુકાય જીવ ઘણી વાર ઉત્તરવૈક્રિય શરીર બનાવીને છેલ્લી વાર ઉત્તરક્રિય શરીર કરે ત્યારે તેના ચરમ સમયે વૈક્રિય દની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. ત્યાર પછીના સમયે વૈક્રિય ૬ની સ્થિતિસત્તા એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિસત્તા કરતા હીન થવાથી તે ઉદીરણાયોગ્ય રહેતી નથી, પણ ઉઠ્ઠલનાયોગ્ય થઈ જાય છે. (20) આહારક 7 :- કોઈ જીવ 4 વાર ઉપશમશ્રેણિ માંડીને પછી દર્શન ૩નો ક્ષય કરે. પછી તે 33 સાગરોપમ આયુષ્યવાળો દેવ થાય. પછી તે મનુષ્યગતિમાં આવી 8 વર્ષ પછી ચારિત્ર લઈ ૭મા ગુણઠાણે આવી આહારક 7 બાંધે. પછી તે દેશોન પૂર્વકોડવર્ષ સુધી સંયમ પાળી અંતે આહારક શરીર L. વૈક્રિય 6 = વૈક્રિય શરીર, વૈક્રિય વૈક્રિય બંધન, વૈક્રિય તૈજસ બંધન, વૈક્રિય કાર્પણ બંધન, વૈક્રિય તૈજસ કાર્પણ બંધન, વૈક્રિય સંઘાતન.