________________ 68 જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી (13) દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી = 2 :- અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરીને લાંબો કાળ ત્યાં રહીને વિગ્રહગતિથી દેવગતિ કે નરકગતિમાં આવે ત્યારે વિગ્રહગતિના ત્રીજા સમયે આ પ્રવૃતિઓની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (14) મનુષ્યાનુપૂર્વી :- મનુષ્યાનુપૂર્વાની જઘન્ય સ્થિતિસત્તાવાળો એ કેન્દ્રિય જીવ વિગ્રહગતિથી મનુષ્યગતિમાં આવે ત્યારે વિગ્રહગતિના ત્રીજા સમયે મનુષ્યાનુપૂર્વની ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા કરે છે. તે મનુષ્યાનુપૂર્વીની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (૧૫)મિથ્યાત્વમોહનીય, વેદ 3, સંવલન 3 = 7 :- સમ્યકત્વ પામતી વખતે મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. ક્ષપકશ્રેણિમાં વેદ 3 અને સંજવલન ૩ની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેમની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. (16) સમ્યકત્વમોહનીય :- દર્શન ૩નો ઉપશમ કે ક્ષય કરનાર જીવ સમ્યકત્વમોહનીયની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. (17) સંજ્વલન લોભ :- ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં સંજવલન લોભની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે.