________________ જધન્ય સ્થિતિઉદીરણાના સ્વામી 71 બનાવે ત્યારે તેના ચરમ સમયે આહારક ૭ની જઘન્ય સ્થિતિઉદીરણા કરે. ઉપશમશ્રેણિમાં સ્થિતિઘાત વગેરે વડ નામકર્મની શેષ પ્રકૃતિઓની ઘણી સ્થિતિની અપવર્તનાકરણ વડે અપવર્તન કરે છે. તેથી આહારક ૭ના બંધ વખતે નામકર્મની શેષ પ્રકૃતિઓની અલ્પસ્થિતિનો જ આહારક ૭માં સંક્રમ થાય. દેશોનપૂર્વક્રોડવર્ષમાં આહારક ૭ની ઘણી સ્થિતિસત્તાનો ક્ષય થાય. તેથી દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી સંયમ પાળવાનું કહ્યું. (21) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14:- ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. (22) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, 17 સંઘયણ, ઔદારિક 7, સંસ્થાન 6, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જિન, ત્રસ 4, સુભગ 4, દુઃસ્વર, ઉચ્ચગોત્ર, નામકર્મની ધ્રુવોદીરણા પ્રકૃતિઓ 33 = 65 :- ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. (23) આયુષ્ય 4 :- તે ભાવમાં રહેલ જીવો તે તે ભવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તે તે આયુષ્યની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. અંકુશમાં રહેવું એ જ સાધના છે. નિરંકુશપણે એ જ વિરાધના છે. ગુરુને ભગવાને નીમ્યા છે. માટે ગુરુની અવગણના એ ભગવાનની અવગણના છે.