________________ 6 6 જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી બેઈન્દ્રિયજાતિ વગેરે બધી જાતિઓ ક્રમશ: બાંધે. તેથી એકેન્દ્રિયજાતિની તેટલી સ્થિતિ ઓછી થાય છે. પછી તે જીવ એ કેન્દ્રિયજાતિ બાંધી બંધાવલિકાના ચરમ સમયે એકેન્દ્રિયજાતિની ઉદયાવલિકા ઉપરની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે છે. તે એકેન્દ્રિયજાતિની જધન્ય સ્થિતિઉદીરણા છે. બંધાવલિકા વીત્યા બાદ પ્રથમ સમયે બંધાયેલી સ્થિતિની પણ ઉદીરણા થતી હોવાથી જાન્ય સ્થિતિઉદીરણા ન મળે. એ પ્રમાણે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણની જઘન્ય સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિય જીવ પ્રતિપક્ષી પ્રવૃતિઓ (સ્થાવર માટે પ્રતિપક્ષી પ્રકૃતિ ત્રસ છે, સૂક્ષ્મ માટે પ્રતિપક્ષી પ્રકૃતિ બાદર છે, સાધારણ માટે પ્રતિપક્ષી પ્રકૃતિ પ્રત્યેક છે.) બાંધીને પછી સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ બાંધી તેની બંધાવલિકાના ચરમસમયે ઉદયાવલિકા ઉપરની સ્થાવર, સૂક્ષ્મ, સાધારણની પૂર્વબદ્ધ બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિઉદીરણા છે. (3) બેઈન્દ્રિયજાતિ, તે ઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ = 3 : બેઈન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિસત્તાવાળો એ કેન્દ્રિય જીવ બેઈન્દ્રિયમાં આવી બેઈન્દ્રિયજાતિને અનુભવે. તે પ્રથમ સમયથી ક્રમશઃ એકેન્દ્રિયજાતિ, ઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિયજાતિ મોટા અંતર્મુહૂર્ત સુધી બાંધે. પછી તે બેઈન્દ્રિયજાતિ બાંધે. તેની બંધાવલિકાના ચરમ સમયે ઉદયાવલિકા ઉપરની બેઈન્દ્રિયજાતિની પૂર્વબદ્ધ સ્થિતિની ઉદીરણા કરે છે. તે બેઈન્દ્રિયજાતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા છે. આ જ પ્રમાણે તે ઈન્દ્રિયજાતિ અને ચઉરિન્દ્રિયજાતિ માટે પણ જાણવું.