________________ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી 57 ઘટી શકે છે. મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચના ભવની છેલ્લી આવલિકા શેષ હોય ત્યારે નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી બંધાવલિકા વીત્યા બાદ વિગ્રહગતિના પ્રથમ સમયે તેની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે. મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચના ભવની સમય ન્યૂન આવલિકા શેષ હોય ત્યારે નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી બંધાવલિકા વીત્યા બાદ વિગ્રહગતિના બીજા સમયે તેની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા કરે. જો મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી નરકમાં જાય તો વિગ્રહગતિના પહેલા સમયે જ નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા થાય, વિગ્રહગતિના બીજા સમયે નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ન થાય. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૩૨ની ચૂર્ણિમાં પાના નં. 49 ઉપર કહ્યું છે, “મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ નરક રની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને નીચેની ત્રણ નરકમાં જાય. ત્યાં નરકગતિની બંધાવલિકા વીત્યા બાદ 1 આવલિકા સુધી ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા થાય. નરકાનુપૂર્વીની બંધાવલિકા વીત્યા બાદ વિગ્રહગતિથી નીચેની ત્રણ નરકમાં જતા ત્રણ સમય સુધી નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. તેથી કર્મપ્રકૃતિચૂર્ણિકારના મતે નરક રનો અદ્ધાછેદ = ર આવલિકા સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - 1 આવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - આવલિકા કર્મપ્રકૃતિચૂર્ણિકારનો આ મત બરાબર લાગે છે. પણ નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ‘ત્રણ સમય સુધી થાય છે' એમ કહેવાની બદલે ‘બે સમય સુધી થાય છે' એમ કહેવું જોઈએ. અહીં તત્ત્વ કેવલીગમ્ય છે. D. ર આવલિકા = બંધાવલિકા + ઉદયાવલિકા A. 1 આવલિકા = બંધાવલિકા