________________ પ૬ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી (6) નરક ર :- મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ નરક રની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પછી નીચેની ત્રણ નરકમાં જાય. (નરક રની ઉત્કૃષ્ટ સ્થિતિ કૃષ્ણલેશ્યામાં બંધાય છે. કૃષ્ણલેશ્યાવાળો નીચેની ત્રણ નરકમાં જાય છે.) ત્યાં પહેલા સમયે નરકગતિની ઉદયાવલિકા ઉપરની 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિની ઉદીરણા કરે છે. તે નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. નીચેની ત્રણ નરકમાં જતા વિગ્રહગતિમાં ત્રણ સમય સુધી નરકાનુપૂર્વીની ઉદયાવલિકા ઉપરની 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિની ઉદીરણા કરે છે. તે નરકાનુપૂર્વીની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા યસ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા*) ત્રસનાડીમાં 2 સમયની જ વિગ્રહગતિ હોય એવો નિયમ છે. તેથી અહીં નરકાનુપૂર્વાની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા વિગ્રહગતિથી નરકમાં જનારા જીવને ત્રણ સમય સુધી કહી છે તે વિચારણીય લાગે છે. વળી અહીં “મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ નરક રની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પછી નીચેની ત્રણ નરકમાં જાય એમ કહ્યું છે, તે પણ વિચારણીય છે, કેમકે મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ સ્વાયુષ્યના ચરમ સમય સુધી નરક રની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને પછી નીચેની ત્રણ નરકમાં જઈ શકે છે. વળી આ અપેક્ષાએ જ વિગ્રહગતિમાં બન્ને સમયોમાં ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા D, પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા ૩૦ની સ્વપજ્ઞ ટીકામાં પાના નં. 124 ઉપર અહીં માત્ર મનુષ્ય જ કહ્યા છે. A. અંતર્મુહૂર્ત = મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચનું છેલ્લું અંતર્મુહૂર્ત. P. 1 આવલિકા = ઉદયાવલિકા