________________ મૂળપ્રકૃતિઓમાં સ્થિતિઉદીરણાના સાદ્યાદિ ભાંગા 47 નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણાની જેમ સાદિ અને અધુવ છે. (iv) વેદનીય :- વેદનીયની જઘન્ય સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય જીવો તેની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. બીજા સમયે વેદનીયની સ્થિતિસત્તા વધતા તે તેની અજઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. ફરી કાલાંતરે તે વેદનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. આમ વેદનીયની જઘન્ય સ્થિતિઉદીરણા અને અજઘન્ય સ્થિતિઉદીરણા બદલાતી હોવાથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે. વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણાની જેમ સાદિ અને અધ્રુવ છે. | (V) આયુષ્ય :- આયુષ્યની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે તેની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. આયુષ્યની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. ભવના પહેલા સમયે તે સાદિ છે. આયુષ્યની જઘન્ય સ્થિતિઉદીરણા થાય ત્યારે તેની અજઘન્ય સ્થિતિઉદીરણા અધ્રુવ છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળાને ભવના પહેલા સમયે તેની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે. આયુષ્યની તે સિવાયની બધી સ્થિતિઉદીરણા તે અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળાને ભવના બીજા સમયથી અને અનુત્કૃષ્ટ આયુષ્યવાળાને ભવના પ્રથમ સમયથી આયુષ્યની અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા શરૂ થાય છે. માટે તે સાદિ છે. આયુષ્યની