________________ 4 5 દ્વાર ૩જુ સાઘાદિ પ્રરૂપણા સમયમાત્ર સ્થિતિની ઉદીરણા વધારતા ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા પ્રમાણ સ્થિતિની થાય છે. જે સ્થિતિઓના ભેદની કલ્પના સંભવે તે સેચીકાસ્થિતિઓ કહેવાય છે. તે બે પ્રકારે છે - ઉદીરણાયોગ્ય અને ઉદીરણાઅયોગ્ય. બંધાવલિકા, સંક્રમાવલિકા અને ઉદયાવલિકામાં રહેલ સેચીકાસ્થિતિઓ ઉદીરણાઅયોગ્ય છે. શેષ સેચીકાસ્થિતિઓ ઉદીરણાયોગ્ય ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિની ઉદીરણાયોગ્ય સ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ - ર આવલિકા ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ, અનુદાયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ અને અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉદીરણાયોગ્ય સ્થિતિઓ યથાસંભવ જાણવી. તે આગળ કહેવાશે. (3) સાદ્યાદિ પ્રરૂપણા : મૂળપ્રવૃતિઓમાં સ્થિતિ ઉદીરણાના સાઘાદિ ભાંગા - (i) મોહનીય :- ક્ષેપકને ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે મોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયની મોહનીયની બધી સ્થિતિઉદીરણા તે અજઘન્ય સ્થિતિઉદીરણા છે. તે ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારથી ન થાય. ત્યાંથી પડેલાને મોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને મોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા અનાદિ છે. અભવ્યને મોહનીયની અજઘન્ય સ્થિતિઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મોહનીયની જધન્ય સ્થિતિ ઉદીરણા થાય ત્યારે તેની અજઘન્ય સ્થિતિઉદીરણા અધ્રુવ છે.