________________ 44 સ્થિતિઉદીરણા, ધાર ૧લુ-રજુ સ્થિતિઉદીરણા અહીં પ દ્વાર છે. તે આ પ્રમાણે -- (1) લક્ષણ : અને (2) અસમ્પ્રાપ્તિઉદય. (1) સમ્માપ્તિઉદય :- કર્મદલિકોનો કાળક્રમે ઉદયમાં કારણભૂત દ્રવ્ય, ક્ષેત્ર વગેરે સામગ્રી પ્રાપ્ત થવા પર જે ઉદય થાય તે સમ્માપ્તિ ઉદય. (2) અસમ્માપ્તિઉદય :- જે કર્મદલિકોના ઉદયનો કાળ ન થયો હોય તેમને વીર્યવિશેષથી ખેંચી જે કર્મદલિકોના ઉદયનો કાળ થયો હોય તેમની સાથે ભોગવવા તે અસમ્પ્રાપ્તિ ઉદય છે. એ જ ઉદીરણા છે. ઉદય અપ્રાપ્ત કર્મસ્થિતિને વીર્યવિશેષથી ખેંચીને ઉદયપ્રાપ્ત સ્થિતિની સાથે ભોગવવી તે સ્થિતિ ઉદીરણા છે. (2) ભેદ : બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિની ઉદીરણા થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ - (બંધાવલિકા + ઉદયાવલિકા) પ્રમાણ સ્થિતિ ઉદીરણાયોગ્ય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા પ્રમાણ સ્થિતિના જેટલા સમયો છે તેટલા સ્થિતિઉદીરણાના ભેદ છે. તે આ પ્રમાણે - બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની જે જીવને 1 સમયમાત્ર સ્થિતિ બાકી હોય તે જીવ તે સમયમાત્ર સ્થિતિની ઉદીરણા કરે છે, જે જીવને 2 સમયમાત્ર સ્થિતિ બાકી હોય તે જીવ તે 2 સમયમાત્ર સ્થિતિની ઉદીરણા કરે છે. એમ અન્ય અન્ય જીવોની અપેક્ષાએ 1-1